ભાજીરોટી(Bhaji roti recipe)

 ઘટકો

 8-10 સર્વિંગ્સ

ભાજી બનાવવા માટે

વઘાર માટે તેલ 1.5 ટે.ચમચી

1/4 કપ ઝીણી સમારેલી ડુંગળી

લસણ ની પેસ્ટ 1 ટે.ચમચી

1/4 કપ લીલા વટાણા

1/2 કપ ઝીણા સમારેલા ટામેટાં

2 કપ બાફીને સ્મેશ કરેલા શાકભાજી (કોબી, ફ્લાવર, બટેટા)

મીઠું સ્વાદ અનુસાર

1 ટી.સ્પૂન લાલ મરચું પાઉડર

1 ટી.સ્પૂન કશ્મીરી મરચું

1/2 ટી.સ્પૂન હળદર

1.5 ટી.સ્પૂન પાવભાજી મસાલો

એસેમ્બલ કરવા માટે

8-10 પાવભાજી ના પાઉં

લસણની તીખી ચટણી જરૂર મુજબ

લીલા મરચાં ની ગ્રીન ચટણી જરૂર મુજબ

તૈયાર કરેલ ભાજી

કચુંબર

પાઉ શેકવા માટે બટર

પગલાં

ભાજીરોટી(Bhaji roti recipe in Gujarati) રેસીપી પગલું

ભાજીરોટી(Bhaji roti recipe in Gujarati) રેસીપી પગલુ

સૌ પ્રથમ ભાજી બનાવવા માટે પેનમાં તેલ મુકવું. ગરમ થાય એટલે તેમાં ડુંગળીને બદામી રંગની સાંતળવી. હવે તેમાં લસણની પેસ્ટ અને લીલા વટાણા એડ કરવા. હવે તેમાં ઝીણા સમારેલા ટામેટાં એડ કરી ટામેટાં એકરસ થઈ જાય ત્યા સુધી સાંતળવા.

ભાજીરોટી(Bhaji roti recipe in Gujarati) રેસીપી પગલું 2ફોટો

ભાજીરોટી(Bhaji roti recipe in Gujarati) રેસીપી પગલું 

ભાજીરોટી(Bhaji roti recipe in Gujarati) રેસીપી પગલું 

હવે મીઠું, મરચું, કશ્મીરી મરચું, હળદર, પાવભાજી મસાલો એડ કરી મિક્સ કરવું. ત્યારબાદ બાફીને સ્મેશ કરેલા શાકભાજી એડ કરી સારી રીતે મિક્સ કરવું. ભાજી તૈયાર છે. (ભાજી થોડી કઠણ રાખવી જેથી એસેમ્બલ કરતી વખતે સ્પ્રેડ ન થાય માટે ટામેટાં સમારેલા જ લેવા, પ્યૂરી ન લેવી)

ભાજીરોટી(Bhaji roti recipe in Gujarati) રેસીપી

કચુંબર બનાવવા માટે એક બાઉલમાં કોબી, ગાજર, કેપ્સિકમ, કાકડી, ટામેટાં અને ડુંગળી ઝીણી સમારી લેવા. અહીં ઈચ્છા મુજબ ના શાકભાજી લઈ શકાય.

ભાજીરોટી(Bhaji roti recipe in Gujarati) રેસીપી પગલું 

હવે એસેમ્બલ કરવા માટે પાઉ ને કટ કરી, બન્ને બાજુ બટરમાં શેકી લેવા. તેના પર બન્ને બાજુ લસણની ચટણી લગાવવી.


ભાજીરોટી(Bhaji roti recipe in Gujarati) રેસીપી પગલું 

પછી બન્ને બાજુ ગ્રીન ચટણી લગાવવી. હવે તેની એક બાજુ એ બનાવેલી ભાજી મુકવી. તેના પર તૈયાર કરેલું કચુંબર મુકવું.

ભાજીરોટી(Bhaji roti recipe in Gujarati) રેસીપી 

હવે પાઉનું ઉપરનું પડ મુકી બંધ કરી દેવું. એકસ્ટ્રા સલાડ અને મસાલા પાપડ સાથે સર્વ કરવું.


ભાજીરોટી(Bhaji roti recipe in Gujarati) 

...................................................................................

Comments